નાગાલેન્ડ-પ.બંગાળ-કેરળમાં 99 ટકા લોકો નોનવેજ ખાય છે : નેશનલ ફેમિલી હેલ્થનો સરવે
દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા, મોબલિન્ચિંગ અનેં ખોરાકના આધારે થતાં ભેદભાવ વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, દેશના 10 રાજ્યોમાં માંસાહારીઓનું પ્રમાણ 95 ટકાથી ઉપર છે. નોનવેજ ખાતા ટોચના 10 રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં તો 97 ટકાથી વધુ લોકો માંસાહારી હોવાનું જાહેર થયું છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે નાગાલેન્ડ રાજ્ય આવે છે. ડેટા દર્શાવે છે કે, નાગાલેન્ડમાં 99.08 ટકા વસતી નોન વેજ ખાય છે.
લિસ્ટમાં બીજા નંબર પર પશ્ચિમ બંગાળ આવે છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે-5 (NFHS-5) પ્રમાણે પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ 99.3 ટકા વસ્તી છે જે માંસનું સેવન કરે છે. લિસ્ટમાં કેરળ ત્રીજા નંબર પર છે, જ્યાં કોઈને કોઈ રૂૂપમાં માંસ ખાનારાની વસ્તી પણ રેકોર્ડ 99 ટકાથી વધુ છે. રાજ્યમાં 99.1 ટકા વસ્તી નોન-વેજિટેરિયન છે.
NFHS-5 ડેટા જણાવે છે કે આંધ્ર પ્રદેશ દેશનું એવું ચોથું રાજ્ય છે, જ્યાં 98.25 ટકા વસ્તી માંસનું સેવન કરે છે કે ક્યારેક તો નોન વેજ ખાધુ છે.
આ લિસ્ટમાં તમિલનાડુ પાંચમાં સ્થાને છે, જ્યાં 97.65 ટકા વસ્તી નોન-વેજિટેરિયન છે. આ રીતે તેલંગણામાં પણ 97.3 ટકા લોકો નોન-વેજિટેરિયન છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે લિસ્ટમાં એક નામ એવું છે, જેના વિશે લગભગ કોઈએ વિચાર્યું નહીં હોય. આ નામ ઝારખંડનું છે, જ્યાં રેકોર્ડ વસ્તી નોન-વેજનું સેવન કરે છે. ડેટા પ્રમાણે ઝારખંડમાં 97 ટકા વસ્તી એવી છે, જે માંસાહારી છે એટલે કે પ્રદેશની મોટી વસ્તી કોઈને કોઈ સ્વરૂૂપે માંસનું સેવન કરે છે. જાણીને ચોંકી જશો કે ઓડિશામાં 96%, ત્રિપુરામાં 95% અને ગોવામાં 93.8 ટકા વસ્તી માંસ કે નોનવેજનું સેવન કરે છે. ડેટા કહે છે કે ભારતમાં 7માંથી 5 લોકો નોનવેજનું સેવન કરે છે.
