ઓગસ્ટમાં રોંગ સાઈડ-ઓવરસ્પીડિંગના 74 હજારથી વધુ કેસ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ઓગસ્ટ-2026માં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને…

માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ઓગસ્ટ-2026માં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જેવા ગંભીર નિયમભંગ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. માત્ર એક મહિનામાં બંને પ્રકારના કુલ 74,242 કેસ નોંધાયા છે અને વાહનચાલકો પાસેથી ₹5,33,78,900નો દંડ વસૂલવામાં આવ્યો છે.

1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગના 36,159 કેસ નોંધાયા હતા, જેમાં ₹3,64,52,000નો દંડ વસૂલાયો છે. ઓવર સ્પીડિંગના 38,083 કેસમાં ₹1,69,26,900નો દંડ લેવામાં આવ્યો છે. પોલીસે જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનોને રોકવા કડક વલણ અપનાવ્યું છે, જેથી માર્ગો પર વાહનચાલકો સાથે અન્ય નાગરિકોની સુરક્ષા પણ જળવાઈ રહે.હાઇવે પર ગેરકાયદે પાર્કિંગ સામે પણ એક્શન લેવામાં આવ્યું છે. નેશનલ હાઇવે પર 10,408 કેસ અને સ્ટેટ હાઇવે તથા અન્ય મુખ્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા છે. ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા વાહનો સામે 5,078 કેસ દાખલ થયા છે, જ્યારે 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી છે. હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર ખોટી જગ્યાએ પાર્કિંગથી અકસ્માતનું જોખમ વધે છે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે.હવે પોલીસનું ધ્યાન નંબર પ્લેટ વગરના તેમજ નંબર પ્લેટમાં ચેડાં કરેલા વાહનો તરફ છે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી આવા વાહનો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણનો ઉપયોગ કરવો અથવા પ્લેટ સાથે અન્ય ચેડાં કરવા સામે કડક કાર્યવાહી થશે. આ ડ્રાઇવનો હેતુ વાહનોની સચોટ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે, જેથી વાહનચોરીના કેસોમાં તપાસ સરળ બનેગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના દુરુપયોગને રોકી શકાય. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરી છે કે માન્ય અને સ્પષ્ટ નંબર પ્લેટ લગાવો, સ્પીડ લિમિટનું પાલન કરો, પોતાની લેનમાં વાહન ચલાવો અને રોંગ સાઈડ ડ્રાઇવિંગથી દૂર રહો. હાઇવે કે મુખ્ય માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *