કર્ણાટકમાં 18થી 25 વર્ષની વયના 7,000થી વધુ વિદ્યાર્થીઓ તાજેતરમાં HIV પોઝિટિવ મળ્યા છે. આ ચિંતાજનક આંકડા પછી રાજ્ય સરકારે તમામ સરકારી, સહાયિત અને ખાનગી કોલેજોમાં HIV ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ કેમ્પ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
કર્ણાટક સ્ટેટ એઇડ્સ પ્રિવેન્શન સોસાયટી (KSAPS )ની વિશેષ દિશા-નિર્દેશ પછી આ નિર્ણય લેવાયો છે. જોકે, કોઈપણ વ્યક્તિની સંમતિ વગર ટેસ્ટ કે સ્ક્રિનિંગ કરવામાં આવશે નહીં. સરકારનું કહેવું છે કે આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો અને વહેલી તપાસને પ્રોત્સાહન આપવાનો છે.
રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા (NACO)ના અહેવાલ મુજબ કર્ણાટકમાં દેશમાં ત્રીજા ક્રમે સૌથી વધુ HIV પીડિતો છે. રાજ્યમાં હાલ 2.60 લાખ લોકો HIV સાથે જીવી રહ્યા છે, જેમાંથી 2.05 લાખ સારવાર લઈ રહ્યા છે. આશરે 54,000થી 56,000 લોકોને હજુ પણ પોતાની HIV સ્થિતિની જાણ નથી. આ અજાણતા કારણે યુવાનોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.
સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે 18થી 35 વર્ષના યુવા વયજૂથમાં સંક્રમણ સૌથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વયજૂથના કેસ 2023-24માં 44,500 હતા, જે 2025-26માં વધીને 66,600 થઈ ગયા છે. તેમાંથી માત્ર 18થી 25 વર્ષના વિદ્યાર્થીઓમાં જ 7,000થી વધુ કેસ નોંધાયા છે. આ પૃષ્ઠભૂમિમાં સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. વિશ્વેશ્વરય્યા ટેકનોલોજિકલ યુનિવર્સિટી (VTU) અને વિવિધ ડિગ્રી તથા મેડિકલ કોલેજો સાથે મળીને ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ્સ યોજવામાં આવી રહ્યા છે.
આ કેમ્પમાં માત્ર ટેસ્ટિંગ જ નહીં, પણ કાઉન્સેલિંગ અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે.
સાથે જ “Know Your HIV Status’ અંતર્ગત ડિજિટલ સુવિધા પણ શરૂૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલમાં સાત પ્રશ્નોના જવાબ આપીને જોખમ ચકાસી શકે છે. જરૂૂર પડે તો ચછ કોડ સ્કેન કરીને નજીકના કેન્દ્રમાં ટેસ્ટ કરાવી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાન દ્વારા યુવા વર્ગમાં વહેલી તપાસ અને જાગૃતિ વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે. સરકાર માને છે કે કોલેજોમાં આવા કેમ્પ યોજવાથી વિદ્યાર્થીઓ વધુ સરળતાથી માહિતી મેળવી શકશે અને જરૂૂરી પગલાં લઈ શકશે.
