કોકરોચ આંદોલન સંબંધી ભ્રામક ક્ધટેન્ટ હટાવવા સોશિયલ મીડિયાને આદેશ

દિલ્હીમાં ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા…

દિલ્હીમાં ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ વિશ્વની 4 સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સને નોટિસ પાઠવી છે.

દિલ્હી પોલીસ અનુસાર, CJP આંદોલન અને હિંસા દરમિયાન આ પ્લેટફોર્મ્સ પર હજારોની સંખ્યામાં ખોટી પોસ્ટ્સ, એડિટ કરેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરાયા હતા. આ ભ્રામક ક્ધટેન્ટ દ્વારા લોકોને ભડકાવવાનો અને ખોટો નેરેટિવ ઊભો કરીને દેશનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ નોટિસમાં મુકાયો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ અને અલગ-અલગ હેન્ડલ્સે પણ ચકાસણી કર્યા વગર જ આ ફેક ન્યૂઝ અને વીડિયો શેર કર્યા હતા. જેથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની IFSO યુનિટ દ્વારા સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂૂ કરાઈ છે. યુનિટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે આવા તમામ વિવાદિત હેન્ડલ્સ, પોસ્ટ્સ અને વીડિયોઝને તુરંત હટાવવામાં આવે.

પોલીસને ભ્રામક ક્ધટેન્ટ અંગે સતત આમ જનતા તરફથી ફરિયાદો મળી રહી હતી. પોલીસ આ અફવાઓ પર સતત નજર રાખી રહી છે અને લોકો તરફથી મળેલા રિપોર્ટના આધારે શંકાસ્પદ એકાઉન્ટ્સ અને લિંક્સને માર્ક કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *