અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આર.ડી.પી. અને ટી.પી. મુજબ, આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ભવ્ય લુક આપવા માટે અમલીકરણની પ્રક્રિયા શરૂૂ કરાઈ છે. હાલ આ રોડની હયાત પહોળાઈ 18.00 મીટર છે, જેને વધારીને રેકોર્ડબ્રેક 61.00 મીટર પહોળો કરાશે.
જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશન કરવામાં આવ્યું છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી આથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત 18 મીટર રોડ છે જેને 61 મીટરનો કરવાનો છે.
રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જેસીબી મશીનો સાથે ડિમોલિશનની કાર્યવાહી કરી દેવામાં આવી છે.
સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે. એ સાથે જ સામેના ભાગે ઘગૠઈની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં.
સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટ ની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવાની કામગીરી આજે બપોર સુધીમાં કરવામાં આવી છે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગ આવેલી છે
તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે પરંતુ અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે સામેના ભાગે જ્ઞક્ષલભની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન કરવામાં આવશે નહીં.
