મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા

મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…

મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા

મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ 2023 પોતાની દીકરીના અભ્યાસ માટે Pigeon Education Technology કંપનીની Oda Class નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

ધોરણ8માં અભ્યાસ કરતી દીકરીનું અભ્યાસ સ્તર સુધારવા માટે ફરીયાદીએ એપ્લિકેશન મારફતે શરૂૂઆતમાં બે વખત રૂૂ.49/- જેટલું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ માસ્ટર કોર્સ માટે વધુમાં રૂૂ.1000/-નું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.

આ દરમ્યાન આરોપીઓ દ્વારા તેઓને નવી લિંક મોકલી આપવામાં આવી હતી. અગાઉના પેમેન્ટની વિગતો દેખાતા નથી પીઆઈ વી.પી. ગોલને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તા.07 એપ્રિલ 2024ના રોજ ફરીયાદીએ UPI મારફતે રૂૂ.11,000/-ની ફી ચુકવી દીકરીનું ધોરણ8નું એનલોલમેન્ટ કરાવ્યું હતું. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ Oda Class એપ્લિકેશનમાં કોઈ એનરોલમેન્ટ અપડેટ જોવા મળ્યું નહોતું અને દીકરી માટે અભ્યાસની બેંચ પણ શરૂૂ કરવામાં આવી નહોતી.

આ બાબતે ફરીયાદીએ અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ ફોનનો જવાબ આપવાનું ટાળ્યું હતું.ત્યારે ફરીયાદીને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની શંકા જણાતા તેઓએ જે તે સમયે સાયબર ફ્રોડ હેલ્પ લાઈન નંબર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *