મોરબીના પોકસો એક્ટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ વર્ષ 2019 માં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ વર્ષ 2019 માં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલ લેખિત અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને જુદી-જુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 25 હજારનો દંડ કરેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019 માં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી પ્રેમસિંગ સોભાનભાઈ ભુરીયાની તા. 28/5/2020 ના રોજ ધરપકડ કરી હતી તે કેસ મોરબીના વિશેષ ન્યાયધીશ પોક્સો કોર્ટ તથા અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ કે.આર. પંડ્યા સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીયા દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલ મૌખિક અને દસ્તાવેજી આધાર પુરાવા અને જુદી જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવીને આરોપી પ્રેમસિંગ સોભાનભાઇ ભુરીયા (35) રહે. નાના માંડવા ગામ પ્રફુલભાઈ કાછડીયાની વાડીએ તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ મૂળ રહે. એમપી વાળાને જુદી જુદી કલમ હેઠળ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 25 હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છેે.

વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદીની સગીર વયની બહેન 15 વર્ષની હોવાનું જાણતો હોવા છતાં આરોપી સગીરાને લલચાવીને બદનામ કરવાના ઇરાદે વર્ષ 2019 માં ભગાડીને લઈ ગયો હતો અને કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે પ્રફુલભાઈ કાછડીયાની વાડીએ લઈ જઈને ત્યાં સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી પ્રવેશીય જાતિ હુમલો કરીને સગીરાને ગર્ભ રાખી દીધો હતો જેથી તેને પાંચ માસનો ગર્ભ રહી જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019 માં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી હતી અને મોરબી જિલ્લાની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું અને આ કેસમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા 18 મૌખિક તથા 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *