મોરબીમાં મોપેડચાલક શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

વિસીપરા વિસ્તારમાં મોપેડમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ગાંજાનો જથ્થો, મોપેડ અને બે મોબાઈલ સહીત 64,370 નો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી એસઓજી…

વિસીપરા વિસ્તારમાં મોપેડમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ગાંજાનો જથ્થો, મોપેડ અને બે મોબાઈલ સહીત 64,370 નો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક્સેસ મોટરસંકલ જીજે 36 એકે 8212 વાળીની ડેકીમાં ગાંજો રાખી વેચાણ કર્તવ નીકળતો હોવાની બાતમી મળી હતી જેથી એસઓજી ટીમે વોચ ગોઠવી હતી વિસીપરા વિસ્તારમાંથી એક્સેક મોટરસાયકલ રોકી તલાશી લેતા ડેકીમાં રાખેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપીના કબ્જામાંથી ગાંજાનો જથ્થો વજન 1 કિલો 387 ગ્રામ કીમત રૂૂ 13,870, મોટરસાયકલ કીમત રૂૂ 45 હજાર અને 2 મોબાઈલ કીમત રૂૂ 5500 સહીત કુલ રૂૂ 64,370 નો મુદામાલ જપ્ત કરી આરોપી આરીફ આલમશા સૈયદ (ઉ.વ.32) રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં એનડી પીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *