આપણે ત્યાં પ્રશાંત મહાસાગરને લગતી લાનીનોની ક્ધડીશનને ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે સાનુકૂળ ગણવા માં આવે છે અને અલનીનોને ભારતીય મોન્સૂન માટે પ્રતિકૂળતા સર્જતુ પરિબળ માનવામાં આવે છે. જ્યારે 2026ના ચોમાસાની ૠતુમાં પ્રશાંત મહાસાગર માં અલનીનોની ઘટના આકાર લેવાની અને તેની ભારતીય ચોમાસા પર વિપરીત અસર પડવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે આ અંગે જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતુ કે 2026ના જાન્યુઆરીમાં ENSOની સ્થિતિની ગ્રાફ વડે સંભાવના દર્શાવતુOFFICIAL NOAA CPC ENSO PROBIBILITIES મોડેલ નીચે પ્રમાણેની શક્યતા દર્શાવે છે
: (1)નવેમ્બરથી જાન્યુઆરીમાં લાનીનોની શક્યતા 18% અનેન્યુટ્રલ ક્ધડીશનની શક્યતા 18% જેટલી છે. (2) ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં લાનીનોની શક્યતા 50%થી વધુ અને ન્યુટ્રલક્ધડીશનની સંભાવના 50%થી ઓછી છે. (3) જાન્યુઆરીથી માર્ચમાં લાનીનોની સંભાવના 20% અને ન્યુટ્રલ ક્ધડીશનની સંભાવના 68% તથા અલનીનોની સંભાવના માત્ર 2%છે. (4) ફેબ્રુઆરીથી એપ્રિલ દરમ્યાન લાનીનોની સંભાવના 15%અને ન્યુટ્રલ ક્ધડીશનની સંભાવના 80% તથા અલનીનોની સંભાવના 5%છે. (5) માર્ચથી મે દરમ્યાન ન્યુટ્રલ ક્ધડીશનની સંભાવના 78% અલનીનોની સંભાવના 12%તથા લાનીનોની સંભાવના 8%રહે છે. (6) એપ્રિલથી જૂન દરમ્યાન ન્યૂટ્રલ ક્ધડીશનની સંભાવના 68 % અને અલનીનોની સંભાવના 25%છે. (7) મેથી જુલાઈ દરમ્યાન ન્યૂટ્રલ ક્ધડીશનની સંભાવના 58 % અને અલનીનોની સંભાવના 35%છે. આ સમય એ છે કે જેમાં ચોમાસુ શરુ થાય છે. (8)જૂનથી ઓગસ્ટમાં અલનીનોની શક્યતા 44% તથા ન્યુટ્રલ ક્ધડીશનની શક્યતા 48%છે. (9)છેલ્લે જૂલાઇ થી સપ્ટેમ્બર માં અલનીનોની શક્યતા 47% અને ન્યૂટ્રલ ક્ધડીશનની શક્યતા 44%છે. મોન્સુનના મધ્યભાગ સુધી એટલેકે જૂન જુલાઈ તથા ઓગષ્ટમાં અલનીનો બનવાની સંભાવના આ વખતે 50%થી પણ ઓછી અને 47%જેટલી જ છે. વળી આપણે ત્યાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેતુ હોય છે તેથી કહી શકાય કે 2026નું ચોમાસુ હજૂ દીર્ઘકાલિન આકલનનો વિષય છે.એટલેકે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને હજૂ ઘણી વાર છે જળવાયુમાં પણ બહુ જ અણધાર્યા ફેરફારો જોવા મળે છે તથા કુદરત પણ દિન બ દિન અકળ બનતી જાય છે તેથી આગળ શું થશે એ અત્યારથી જ કહી દેવુ એ ઉતાવળુ અને અનિશ્ચિત જેવુ સિધ્ધ થઈ શકે છે.
વળી માત્ર અલનીનો કે લાનીનો જ નહિ પરંતુ ઈંઘઉ એટલેકે ઈન્ડિયન ઓશન ડાઈપોલ તથા ખઉંઘ જેવા પરિબળો પણ ચોમાસા બાબતે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે.1997 માં અલનીનો હોવા છતાં ઈન્ડિયન ઓશન ડાયપોલ પોઝીટીવ હોવાથી ચોમાસુ સારુ થયુ હતુ!
