ખંભાળિયાના વડાલિયા સિંહણ ગામે એક કપિરાજ પર શ્વાને હુમલો કરી તેના પગના ભાગે બચકાં ભરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા.
અહીં ઇજાગ્રસ્ત હાલતમાં રહેલા કપિરાજને તેઓ દ્વારા તુરંત સારવાર અર્થે આસોલેટ વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેને જરૂૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી. આ પછી કપિરાજની તબિયત સ્થિર બની હતી અને તે રિકવર થઈ રહ્યો છે. ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
