મોરબીમાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા 1.35 કરોડની ઉઘરાણી માટે અપહરણ કરી ધમકી

મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂૂપિયા 8 લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી…

મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂૂપિયા 8 લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી વેપારીને ડરાવી ધમકાવી કુલ રૂૂ.08 લાખનુ વ્યાજ નું વ્યાજ ચડાવી 1 કરોડ 35 લાખની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં દશ લાખ લઈ હજું જમીન પચાવી પાડવા જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ પર બોનીપાર્ક સપના સૃષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નં -402 માં રહેતા અને વેપાર કરતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (ઉ.વ.52) એ આરોપી રમેશભાઇ દેવાભાઈ બોરીચા રહે. રવાપર તા.જી. મોરબી તથા મોહિતભાઈ રામભાઇ આગરીયા રહે. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જે રવાપર ગામના વતની હોય અને આરોપી રમેશભાઇને ઓળખતા હોય જેથી આરોપી રમેશભાઇ એ ફરીયાદીની મજબુરીનો લાભ લઇ આરોપી મોહિતભાઈ સાથે મળી આરોપી મોહિતભાઈની ઓફીસ ખાતે ફરીયાદીને મોરબીથી લઇ જઇ પ્રથમ 05 લાખ રોકડા અપાવી તથા બીજી વખત લઇ જઇ 03 લાખ અપાવી તથા કુલ 08 લાખ નો હિસાબ કરવાના બહાને ફરીયાદીને મોરબી ખાતેથી આરોપીઓ પોતાની કારમાં બેસાડી ફરીયાદીને મોતના ભયમાં મુકી બળજબરીથી અપહરણ કરી રાજકોટ ખાતે આરોપી મોહિતભાઈની ઓફીસે લઇ જઇ ફરીયાદીની સયુંકત માલીકીની રવાપર ગામના સર્વે નંબર-18 પૈકી 03 વાળી જમીનમાં નિકળતો ફરીયાદીનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા માટે શોદાખત (નોટરી) લખાણ કરાવી ફરીયાદીની સહી લઇ ખોટો દિવાની દાવો દાખલ કરાવી ફરીયાદીને ડરાવી ધમકાવી તેના નિકળતા રૂૂપિયા કુલ-08 લાખનું વ્યાજનું વ્યાજ ચડાવી તેમજ પેનલ્ટી ચડાવી 01 કરોડ 35 લાખ જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં રૂૂપિયા 10 લાખ લઇ હજુ જમીન પચાવી પાડવા માટે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *