મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ લોકડાયરામાં રૂપિયાનો થયો વરસાદ

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી…

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘરના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. આજે એક જ દિવસમાં સંસ્થાને 60 લાખ રૂૂપિયાની માતબર રકમનું દાન મળ્યું હતુ. છેલ્લા કેટલાક વર્ષોથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષીની સારવાર સહિતની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.

જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા રસ્તે રખડતા નંદીઓ માટે ભવ્ય નંદીઘર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂૂપે પનંદીઘરથ બનાવવા માટે ભંડોળ ઉભું કરવાના હેતુથી શનિવારની રાતે રવાપર રોડ પર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતના કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને મિલન પટેલ જેવા જાણીતા કલાકારોએ જમાવટ કરી હતી. મોરબીના દાતાઓ દ્વારા આ કલાકારો પર 20 લાખ જેટલી ઘોર કરવામાં આવી હતી. આ સિવાય શહેરના અગ્રણી આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા 40 લાખ રૂૂપિયા સેવાકીય પ્રવૃતિ માટે લખાવ્યા હતા. આમ કુલ મળીને એક જ રાતમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રને 60 લાખ રૂૂપિયાનું દાન મળી ગયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *