મોદીજી ‘હમ-દો હમારે-દો’નો કાયદો બનાવો : ટાઇગર રાજાસિંહ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં જયા કિશોરીની ત્રણ દિવસીય સનાતન યુવા કથાનું આયોજન કરાયું છે, જેમાં કથાના બીજા દિવસે મૂળ તેલંગાણાના વતની અને પ્રખર હિન્દુ વક્તા ટાઇગર…

રાજકોટના રેસકોર્સ મેદાનમાં જયા કિશોરીની ત્રણ દિવસીય સનાતન યુવા કથાનું આયોજન કરાયું છે, જેમાં કથાના બીજા દિવસે મૂળ તેલંગાણાના વતની અને પ્રખર હિન્દુ વક્તા ટાઇગર રાજા સિંહ કે જેને લોકો ટી રાજા તરીકે ઓળખે છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં સંબોધન કરતા ટી રાજા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે તેમજ હિન્દુઓની જનસંખ્યા વધારવા માટે, ધર્મ પરિવર્તન તેમજ ફ્રેન્ડશીપના નામે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી બાદમાં ધર્મપરિવર્તન કરાવવાથી બચાવવા માટે સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. આ સમયે તેઓએ દેશમાં હિન્દુઓની ઘટતી જન સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી દેશમાં હમ દો હમારે દો નો કાયદો લાવવા મોદીજીને આહવાન કર્યું હતું, જેમાં ગુજરાતીઓનું પણ સમર્થન માંગ્યુ હતું.

તેને વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણે આપણા બાળકોને આપનો મિત્ર કોણ અને શત્રુ કોણ તેની ઓળખ શીખવી પડશે. જેમાં તેમને કહ્યું હતું કે કે તિલક કરે એ આપણો મિત્ર છે. ગાય માતાને ખાય છે એ આપનો શત્રુ છે. લવજેહાદ નામ પર આપણી બેન દીકરીઓને ફસાવે છે એ આપણો દુશ્મન છે. આપણા ગરીબ હિન્દુ પરિવારોને પૈસાની લાલચમાં અને ધાકધમકી આપી ધર્મપરિવર્તન કરાવે એ આપણો દુશ્મન છે. આ આપણા બાળકોને શીખડાવવાની ખાસ જરૂૂરિયાત છે.

ગુજરાતમાં આજે મારી ચોથી સભા છે. ગુજરાત એવું રાજ્ય છે જેમને દેશની આઝાદી માટે યોગદાન આપ્યું છે. આજે ગર્વથી કહી શકીએ કે ભારત દેશની રક્ષા કરવા વાળા પણ ગુજરાતી છે. આજે દેશ સમાજ અને ધર્મ સુરક્ષિત છે એ મોદીજી છે એટલે શક્ય છે. મારો એક જ સંકલ્પ છે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે અને આ સંકલ્પ સાથે જ હું આગળ વધી રહ્યો છું.

આપણો ધર્મ બદલવાની કોશિશ એ લોકો કરે છે જે અમે 5 અમારા 50ની સ્કીમ લઈને ચાલે છે.
ભારતમાં હિન્દુઓની જન સંખ્યા ખુબ ઝડપથી ઘટી રહી છે. કારણ કે આપણે લોકો એક સ્કીમ લઈને ચાલીએ છીએ હમ દો હમારે દો, હવે તો એમાં પણ આગળ હમ દો હમારા એક અને GEN-Z તો એમાંથી પણ આગળ વધીને કહે છે કે બચ્ચા ના કચ્છા નીંદ આયે અચ્છી આવા નારા લઇ ચાલે છે. આવા નારાથી હિન્દુ સમાજને કેટલું નુકશાન છે એ વિચારવાની જરૂૂર છે. મોદીજીને આપણે બધાએ એક આહવાન કરવાનું છે કે હમ દો હમારે દો કાનૂન બનાવો કારણ કે આ આપણા દેશ માટે આવનાર પેઢી માટે ખુબ જ જરૂૂરી છે.

ગુજરાતીઓ મીઠા છે પણ સમય આવે કોઈને છોડતા નથી
લવ જેહાદ વિશે રાજા સિંહે જણાવ્યું હતું કે, લવ જેહાદના કેશમાં પહેલા ખાલી પુરુષો હતા હવે તો એમની મહિલાઓ પણ સાથ આપવા લાગી છે. હિન્દુ બહેન દીકરીઓને મિત્રતા કરાવે છે અને પછી તેને લવજેહાદનો શિકાર બનાવે છે. આ હું એટલે ક્વ છું કારણ કે આજે અહીંયા મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે. આજે આપણા દેશમાં આપણી જ બહેન દીકરીઓને ટાર્ગેટ બનાવી તેનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો એવું માને છે ગુજરાતીઓ મીઠા હોય છે પરંતુ જયારે પોતાના ઉપર આવે તો ગુજરાતીઓ કોઈને છોડતા નથી એ લોકોને કહેવાનો અને દેખાડવાનો સમય આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *