પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતની છે. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે, બનાસકાંઠા અને એકતા નગરમાં વિવિધ વિકાસ કાર્યો, રેલવે સંબંધિત પહેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદી તેમની મુલાકાતની શરૂૂઆત બનાસકાંઠાથી કરી હતી. અહીં તેઓ સવારે ’એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન’ લેબોરેટરી અને ’ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ કેટલ ફાર્મની મુલાકાત લીધી હતી.
તેઓએ ₹14,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ કરશે અને શિલાન્યાસ કર્યુ હતું. આ ઉપરાંત, તેઓ ’પીએમ-કિસાન’ યોજનાનો 24મો હપ્તો (જેની રકમ ₹19,000 કરોડ છે) જાહેર કરશે, બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી અને જાહેર સભાને સંબોધિત કરી હતી.
મુખ્ય પ્રોજેક્ટ્સમાં ભીલડી ખાતે 127 એકરમાં ફેલાયેલા ’ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’નું ઉદ્ઘાટન સામેલ છે. આ એક ’સેન્ટર ઓફ એક્સેલન્સ’ છે, જે પશુ સંવર્ધન, આનુવંશિક સુધારણા અને અદ્યતન પ્રજનન તકનીકોને મજબૂત કરવા માટે સમર્પિત છે. આ કેન્દ્ર દેશનું પ્રથમ એવું કેન્દ્ર હશે જે ખાસ કરીને કાંકરેજ ગાયની નસલ માટે સમર્પિત છે.
તેઓ થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્લાન્ટ્સની ક્ષમતા અનુક્રમે દરરોજ 75 મેટ્રિક ટન અને 100 મેટ્રિક ટન છાણ (પશુઓના ગોબર) પર પ્રક્રિયા કરવાની હશે.
અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં અમદાવાદ મેટ્રોના ફેઝ-2અ (એરપોર્ટ સુધી વિસ્તરણ) અને ફેઝ-2ઇ (ગિફ્ટ સિટી સુધી વિસ્તરણ), અંદાજે ₹2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા હાઈવે (SH-41) ને આઠ લેનનો બનાવવો, અને 4,030 બાળ-મૈત્રીપૂર્ણ આંગણવાડી કેન્દ્રોનો વિકાસ સામેલ છે. તેઓ 361 પૂર્ણ થયેલા આંગણવાડી કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું.
પ્રધાનમંત્રી ’એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ (કૃષિ માળખાગત સુવિધા ભંડોળ) હેઠળ વિકસાવવામાં આવેલા 521 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. જેમાં આશરે ₹4,950 કરોડનું રોકાણ સામેલ છે. આ ઉપરાંત, તેઓ સાણંદ ખાતે બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું અને પાલનપુર ખાતે અલ્ટ્રા-હાઈ-ટેમ્પરેચર ઉત્પાદનો માટેની સ્વચાલિત સંગ્રહ અને પુન:પ્રાપ્તિ પ્રણાલીનું ઉદ્ઘાટન પણ કર્યુ હતુ.
તેઓએ અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ (ખઊખઞ) સેવાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. ’પીએમ-કિસાન’ યોજનાનો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. જેનાથી દેશભરના ખેડૂતોને આર્થિક સહાય મળશે.
વડાપ્રધાને પાણી-વિજળી બચાવવા કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મહત્ત્વપૂર્ણ જાહેર સભાને સંબોધિત કરતા પાણી અને વીજળીની બચત કરવાની અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આ અમૂલ્ય સંસાધનોના વિવેકપૂર્ણ અને જવાબદાર ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે બનાસકાંઠા જિલ્લામાં 14,400 કરોડ રૂૂપિયાથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આમાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું સમર્પણ પણ સામેલ હતું. આ સેન્ટર કાંકરેજ ગાય જાતિના સુધારા અને પશુપાલન ક્ષેત્રે આધુનિક તકનીકીના ઉપયોગને વેગ આપશે.
