મોદી હે તો મુમકીન હે! બે દિવસમાં 10 રાષ્ટ્રપ્રમુખો સાથે મંત્રણા

G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યસ્ત ડિપ્લોમસી જોવા મળી છે. તેમણે બે દિવસમાં 10 દેશના વડાઓ સાથે વાટાઘાટો કર્યા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…

G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યસ્ત ડિપ્લોમસી જોવા મળી છે. તેમણે બે દિવસમાં 10 દેશના વડાઓ સાથે વાટાઘાટો કર્યા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, સુરક્ષા અને તકનીકી સહયોગ પર વાત કરી. જાપાનના વડાપ્રધાન સાથે ક્વાડ અને ઇન્ડો-પેસિફિક સ્થિરતા પર ચર્ચા થઈ. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટો સાથે આફ્રિકા-ભારત સહયોગ પર ધ્યાન કેન્દ્રિત રહ્યું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે ટેકનોલોજી અને સેમિક્ધડક્ટર પર વાત થઈ. યુનાઇટેડ આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ઊર્જા અને વેપારી સંબંધો વધારવા પર ચર્ચા થઈ.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે પ્રાદેશિક સ્થિરતા પર વાત થઈ. યુરોપિયન કમિશનની પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે વેપાર અને ગ્રીન એનર્જી પર ચર્ચા થઈ. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને કેનેડાના વડાપ્રધાન સાથે વ્યાપારી સંબંધો અને સુરક્ષા સહયોગ પર વાત થઈ. જર્મનીના ચાન્સેલર સાથે ટેકનોલોજી અને વેપાર પર ચર્ચા થઈ. આ મુલાકાતોમાં વૈશ્વિક અર્થતંત્ર, આતંકવાદ વિરોધ, ક્લાઇમેટ ચેન્જ અને ઇન્ડો-પેસિફિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ ભારતની વિકાસ યાત્રા અને વૈશ્વિક સહયોગના મહત્વને રેખાંકિત કર્યું. આ મુલાકાતો ભારતની વૈશ્વિક ભૂમિકાને વધુ મજબૂત કરશે અને અનેક ક્ષેત્રોમાં નવા સહયોગના દ્વાર ખોલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *