મોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યું

મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા…

મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા અને મોટરસાયકલ સળગાવી દઈ રૂૂપિયા 1,10,000 નું નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટી શેરી નંબર 2 માં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થારેચા (ઉ.વ.45) એ આરોપી નિકુંજ ભાઈ જાની રહે. શિવરાજપુર જસદણ તથા ડોડીયા સુજલ રહે જસદણ તથા એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ એકટીવા રજીસ્ટર નંબર ૠઉં-36-અઊ -6444 અને મોટરસાયકલ રજીસ્ટર નંબરGJ-36-Q-2237 એમ બન્ને મોટર સાઈકલમાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પેટ્રોલ છાંટી સડગાવી દઈ આશરે 1,10,000/-નુ નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 324(5),54 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી રફાળેશ્વર ગામે ગળા ફાંસો ખાઇ આધેડનો આપઘાત
રફાળેશ્વર નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ 43 વર્ષીય આધેડે આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ કૈલાશ નલિયાના આમ નજીક આવેલ કૈલાશ નળિયાના કારખાનામાં રહીને કામ કરતા ધનજીભાઈ દેવાભાઈ ધૂમડા (ઉ.વ.43) વાળાએ કારખાનાની લેબર કોલોનીમાં ગત તા. 22 ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *