થાનના રૂપાવટી ગામે રહેતી સગીરાએ મગજ ભમતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, થાનના રૂપાવટી ગામે રહેતી કોમલબેન સુરેશભાઈ વિજવાડીયા નામની 15 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે છતના હુંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક સગીરા બે ભાઈ એક બહેનમાં મોટી હતી અને તામસી મગજના કારણે પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં મોરબીમાં રહેતાં રવિ ધીરૂભાઈ વાઘાણી નામનો 27 વર્ષનો યુવાન 20 દિવસ પહેલા પાટલા સાસુને ભગાડી ગયો હતો. બાદમાં કોઈ અગમ્ય કારણોસર પીપળાના ઝાડમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
