સગીરે બે બાળકીને કાર હેઠળ કચડી, એક બાળાનું મોત

રોહીદાસપરા પાસેના મેદાનની ઘટના; ઇજાગ્રસ્ત તરૂણીના ઘરે આવેલા મહેમાનની કાર પાર્ક કરતા સગીરે અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર…

રોહીદાસપરા પાસેના મેદાનની ઘટના; ઇજાગ્રસ્ત તરૂણીના ઘરે આવેલા મહેમાનની કાર પાર્ક કરતા સગીરે અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જયાઇ રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ માતા-પિતાની બેદરકારીના કારણે સગીર વયના બાળકો વાહનો લઇને નીકળી ગયા બાદ અકસ્માત સર્જતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ યોગ દિવસના દિવસે યોગ કરી પરત ફરતા સગીર છાત્રોએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કારે અનેક વાહનોને ઉડાડયાની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટનામાં રોહીદાસપરા પાસેના મેદનમાં મહેમાનની કાર પાર્ક કરતી વખતે સગીરે બે બાળકીને કચડી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલી ચાર વર્ષની બાળકીનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામાં રહેતી જીયાંશી મહેશભાઇ ચુડાસમાં (ઉ.વ.4) અને વૈશાલી ભરતભાઇ મકવાણા (ઉ.વ.13) સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં રોહીદાસપરા પાસે આવેલા મેદાનમાં રમતી હતી. ત્યારે ગાંધીવસાહતમાં રહેતા રણવીર બુધાભાઇ સાગઠીયા નામના 17 વર્ષના સગીરે જીજે 03 એચકે 1113 નંબરની કાર પુરપાટ ઝડપે ચલાવી મેદાનમાં રમી રહેલી જીયાંશી ચુડાસમાં અને વૈશાલી મકવાણાને ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બંન્ને બાળકીને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા ગંભીર રીતે ઘવાયેલી જીયાંશી ચુડાસમાએ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી એકના એક ભાઇની એકલોતી મોટી બહેન હતી અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે જાતી હતી. ઇજાગ્રસ્ત વૈશાલી મકવાણાના ઘરે આવેલા મહેમાનની પાર્ક કરેલી કાર ખસેડી અન્ય જગ્યાએ પાર્ક કરી રહેલા સગીર રણવિર સાગઠીયાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા મેદાનમાં રમી રહેલી જીયાંશી ચુડાસમા અને વૈશાલી મકવાણાને ઠોકરે ચડાવી જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાનો મૃતક બાળકીના િ5તાએ આક્ષેપ કર્યો છે. મૃતક બાળકીના પિતાની ફરિયાદ નોંધી બી ડિવિઝન પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *