અમદાવાદમાં સગીરે અકસ્માતની હારમાળા સર્જી, રિક્ષા અને ત્રણ એક્ટિવાને ઉલાળ્યા

અમદાવાદમાં ફરી તથ્ય કાંડ જેવી ઘટના બનતા અટકી છે. એક નશાખોર સગીર વયના કાર ચાલકે જમાલપુરમાં અકસ્માતની હારમાળા સર્જી એક રીક્ષા અને ત્રણ એકટીવાને હડફેટે…

અમદાવાદમાં ફરી તથ્ય કાંડ જેવી ઘટના બનતા અટકી છે. એક નશાખોર સગીર વયના કાર ચાલકે જમાલપુરમાં અકસ્માતની હારમાળા સર્જી એક રીક્ષા અને ત્રણ એકટીવાને હડફેટે ચડાલતાં આ અકસ્માતમાં મહિલા અને બે બાળકોને ઈજા થઈ હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અકસ્માત એક સગીર કાર ચાલકે કર્યો છે. 1 રિક્ષા અને 3 એકટીવાને કાર ચાલકે ટક્કર મારી સર્જ્યો અકસ્માત સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક માત્ર સગીર જ નહોતો પરંતુ તે નશાની હાલતમાં પણ હતો. આ ઘટના બનતાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમણે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ ઊ ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂૂ કરી છે. પોલીસ એ પણ ચકાસી રહી છે કે કાર ચાલક ખરેખર સગીર છે કે કેમ અને તે નશાની હાલતમાં હતો કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવનારાઓ સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને સગીરો દ્વારા વાહન ચલાવવાની અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વધી રહી છે. જો આ પ્રકારના બનાવો પર અંકુશ નહીં આવે તો ભવિષ્યમાં વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *