તલાલાના સગીરને મોબાઇલની આદત પડી ગઇ હતી, પરિવારે વ્યસન મુકવાનું કહેતા માઠું લાગ્યું
તાલાલામાંથી એક સગીર બાળક પોતાના ઘરેથી 4.5 લાખ રૂૂપિયા રોકડા અને એક્ટિવા સ્કૂટર લઈને ગુમ થઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા પોલીસે ટેકનિકલ અને માનવીય સ્રોતોનો ઉપયોગ કરીને 30થી વધુ સ્થળોના ઈઈઝટ ફૂટેજ તપાસી સગીરને જૂનાગઢથી શોધી કાઢ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરને મોબાઈલ ફોન જોવાની ના પાડવામાં આવતા તે નારાજ થયો હતો. ગત 25મી તારીખે તે કોઈને જાણ કર્યા વગર પોતાના ઘરેથી હોન્ડા એક્ટિવા સ્કૂટર (GJ-11-CP-4069) અને ઘરમાં રાખેલા 4.5 લાખ રૂૂપિયા રોકડા લઈને નીકળી ગયો હતો. તેણે ઘરના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા.
આ ઘટના અંગે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા, જૂનાગઢ રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જSP ઙ જયદીપસિંહ જાડેજા અને DYSP બી.એસ.વ્યાસની સૂચના હેઠળ તાલાલા PI વી.એલ. ગાગીયાની આગેવાનીમાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી. તાલાલા પોલીસના ટાઉન બીટ અને સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ, વિવિધ હોટલો અને ટોલનાકાના સીસીટીવી તેમજ નેત્રમ શાખાની મદદ લીધી હતી.
વિસ્તૃત તપાસ અને 200 કિલોમીટર સુધીના 30થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ, સગીરને જૂનાગઢ ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે સગીર અને તેના વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ભવિષ્યમાં આવા પગલાં ન ભરવા માટે સકારાત્મક સમજણ આપી હતી.
તાલાલા PI વિપુલ ગાગીયાએ જણાવ્યું હતું કે સગીર મોબાઈલના માધ્યમથી “કોંક્રચ” પાર્ટીનો સભ્ય બની ગયો હતો. માતા-પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગયો હતો. આ ઘટનાને સમાજ માટે લાલબત્તી સમાન ગણીને પોલીસે જાહેર અપીલ કરી છે કે માતા-પિતા પોતાના બાળકોને મોબાઈલ વ્યસનથી દૂર રાખી શારીરિક રમતો અને ખેલકૂદમાં રુચિ રાખવા પ્રોત્સાહિત કરે.
આ પ્રશંસનીય કામગીરી કરનારી ટીમમાં PI વી.એલ. ગાગીયાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.બી. ગાધે, ટાઉન બીટ ઇન્ચાર્જ એમ.યુ. જાદવ, બીટ સ્ટાફ એ.એસ.આઇ રણજીતસિંહ ડોડીયા, પ્રતિપાલસિંહ કાગડા, પો.હેડ.કોન્સ જી.પી. મારૂૂ, પો.કોન્સ રાજદીપસિંહ ગોહીલ અને GRD સભ્ય રાહુલ પંડયાનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ શહેરની નેત્રમ શાખાનો પણ સહકાર મળ્યો હતો.
