માળિયા હાટીનામાં મંડળીમાં 2.09 કરોડની ઉચાપતના બનાવમાં મંત્રી 6 મહિનાથી ફરાર

માળિયા હાટીના તાલુકાનાં જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં રૂૂપિયા 2.09 કરોડની ઉચાપત કેસની તપાસમાં મુખ્ય આરોપી મંડળીનો મંત્રી 6 મહિનાથી ઘરેથી પણ નીકળી ગયો હોવાનું…

માળિયા હાટીના તાલુકાનાં જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં રૂૂપિયા 2.09 કરોડની ઉચાપત કેસની તપાસમાં મુખ્ય આરોપી મંડળીનો મંત્રી 6 મહિનાથી ઘરેથી પણ નીકળી ગયો હોવાનું સામે આવતા જુદી જુદી ટીમ બનાવી પોલીસે મંત્રીની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં સને 2009 થી સને 2024 મંત્રી તરીકે રહેલા કેશોદ તાલુકાના કણેરી ગામના કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજિયાએ મંત્રી તરીકેના સમય દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખોટા પત્રકો, રસીદો બનાવી અને યોગ્ય હિસાબો નહી રાખી અને ખોટા ધિરાણ મંજૂર કરાવી, મંડળીના ચોપડા, જામીનગીરી સાથે ચેડા કરી રૂૂપિયા 2,09,49,609ની ઉચાપત કર્યાની ફરિયાદ શુક્રવારે મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કનેરિયાએ નોંધાવી હતી.

જેના પગલે પીઆઇ એમ. એન. કાતરીયાએ મંડળીના પૂર્વ મંત્રી કાંતિ હિંગરાજિયાની તેના ગામે તપાસ કરતા શખ્સ 6 મહિના પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવતા કાન્તિને શોધવા તપાસ વધુ તેજ કરી હતી.

કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે મંડળીના 15 જેટલા ખેડૂત સભાસદોના નિવેદન લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *