સાયલાના સુદામડામાંથી 18 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઇ, તંત્રનું મોટું ઓપરેશન

બ્લેકટ્રેપ ખનનનો પર્દાફાશ, 38 ડમ્પર, 14 એકસકવેટર કબજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સાયલા ઈલીગલ માઈનિંગ રેડ અંતર્ગત ખાણ-ખનીજ વિભાગે એક વિશાળ ઓપરેશન હાથ ધર્યું હતું.…

બ્લેકટ્રેપ ખનનનો પર્દાફાશ, 38 ડમ્પર, 14 એકસકવેટર કબજે

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સાયલા ઈલીગલ માઈનિંગ રેડ અંતર્ગત ખાણ-ખનીજ વિભાગે એક વિશાળ ઓપરેશન હાથ ધર્યું હતું. સાયલાના સુદામડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે બ્લેકટ્રેપ ખનન પર તંત્રએ ત્રાટકીને કરોડો રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મેગા સર્ચ ઓપરેશનમાં માત્ર ખાણ-ખનીજ વિભાગ જ નહીં, પરંતુ DySP, LCB અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. જ્યારે અધિકારીઓ કાફલા સાથે ખનન સ્થળ પર ત્રાટક્યા, ત્યારે ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો હતો. પોલીસની હાજરીને કારણે સ્થળ પરથી કોઈ પણ ભાગી છૂટવામાં સફળ રહ્યું નહોતું અને મોટા પાયે ચાલતું નેટવર્ક પકડાઈ ગયું હતું.

તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રહારમાં અત્યાર સુધીનો સૌથી મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન કુલ 38 ડમ્પર અને 14 એક્સક્વેટર મશીનરી મળી આવી હતી. આ તમામ સાધનોની કુલ કિંમત અંદાજે 18.4 કરોડ રૂૂપિયા આંકવામાં આવી છે. આ તમામ મશીનરી અને વાહનોને તાત્કાલિક અસરથી સાયલા મામલતદાર કચેરી ખાતે ખસેડીને સીઝ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ખનીજ ચોરોમાં ખળભળાટ મચી ગયો છે. સરકારના આ કડક વલણને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારના મેગા સર્ચ ઓપરેશન ચાલુ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *