હળવદ પંથકમાંથી ખનીજચોરીનો પર્દાફાશ : 80 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેંજ ટીમે હળવદ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી લઈને એક ડમ્પર, હિટાચી અને હુડકા સહીત રૂૂ 80 લાખનો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી…

રાજકોટ રેંજ ટીમે હળવદ પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી લઈને એક ડમ્પર, હિટાચી અને હુડકા સહીત રૂૂ 80 લાખનો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાને પગલે રાજકોટ રેંજના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી. સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પંથકમાં બાતમીને આધારે રેડ કરી હતી.

હળવદના ટીકર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી ટીમે એક ડમ્પર, એક હિટાચી અને એક હોડકું મળીને કુલ રૂૂ 80 લાખનો મુદામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગની ટીમને જાણ કરી મુદામાલ હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *