ખનીજ માફીયાઓ 11 ટ્રક અને જેસીબી છોડાવી ગયા

ગારિયાધાર તાલુકામાં શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગે દરોડો પાડયા બાદ ભાગાભાગી, 13 સામે ફરીયાદ ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામમાં શેત્રુંજી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે રેતી…

ગારિયાધાર તાલુકામાં શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગે દરોડો પાડયા બાદ ભાગાભાગી, 13 સામે ફરીયાદ


ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામમાં શેત્રુંજી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે રેતી ખનન અંગે 27 ઓક્ટોબરના રોજ ખાણખનિજ વિભાગે રેડ પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જો કે, જે તે સમયે માથાભારે શખ્સોએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરી 11 ટ્રક અને જેસીબી સહિતના મુદ્દામાલ સાથે તમામ શખ્સ પોલીસ આવે તે પહેલા જ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ખાણખનિજ વિભાગના અધિકારીએ 11 ટ્રક માલિક, એક જેસીબીના માલિક સહિત કુલ 13 આરોપીઓ સામે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મીનરલ્સ રૂૂલની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદભાઇ ઠાકોરએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચેતનભાઇ મનોજભાઇ પરમાર, રણજીતસિંહ સરવૈયા, કલ્પેશભાઇ ડોબરીયા, દીનેશભાઇ કામળીયા, પ્રશાંતભાઇ કાલાણી, દીગપાલસિંહ સરવૈયા, ઇનુસભાઇ મેહતર, દેવેન્દ્રસિંહ સરવૈયા, બચુભાઇ ઉલવા, મેહુરભાઇ ઉલ્વા, મનસુખબાઇ પરમાર, જીવાભાઇ ચાડ અને રમેશભાઇ પારઘીના નામ જણાવ્યા છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બોટાદની ટીમે તા.27 ઓક્ટોબરના રોજ તપાસ કરતા નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ટ્રકમાં ભરવામાં આવી રહી હોવાનું જોવા મળ્યું હતું.
તપાસ ટીમે સ્થળ પર હાજર શખ્સો પાસે તેમની પાસે કોઇ રોયલ્ટી કે પરમીટ હોય તો આપવાનું જણાવતા તેમણે તેમની પાસે કોઇ પરમીટ ન હોવાનું કહેતા ટીમે ટ્રક, જેસીબી, નાવડી સહિતનો મુદ્દામાલ સિઝ કરવાની કાર્યવાહી આરંભી હતી અને પોલીસને પણ ફોન કર્યો હતો. જો કે, પોલીસ આવે તે પહેલા જ તમામ શખ્સ ટ્રક અ્ને જેસીબી લઇને ફરાર થઇ ગયા હતા. જે તે સમયે બે નાવડી, એક બાજ અને ચારણો કબજે કરી પંચાયતની કસ્ટડીમાં મુકવામાં આવ્યો હતો. જો કે,પાછળથી પંચાયતની કસ્ટડીમાંથી બે નાવડી અને બાજ ગાયબ થઇ ગયા હતા. આ બનાવ અંગે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ખાણખનિજ વિભાગની ટીમે બનાવ અંગે તપાસ કરતા આ કૌભાંડમાં ચેતન પરમાર, રણજીતસિંહ સરવૈયા અને રમેશ પારઘીએ મંડળી બનાવી કૌભાંડ આચર્યું હોવાનું જણાયું હતુ. તપાસમાં આરોપીઓ ટ્રકના રૂૂા.3500, મોટી ટ્રકના રૂૂા.4500 અને રૂૂા.5555 લેવામાં આવતા હોવાનું ખુલવા પામ્યું હતું. ખાણખનીજ વિભાગની ટીમે જે રીતે નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હતું તે અંગે ગણતરી કરીને રૂૂા.15,51,600ની વસુલવાના થતા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *