ઉનાના ડમાસામાં ટ્રેકટરના ફેરા માટે રૂા.5 હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો

ઉના તાલુકાના ડમાસા ગામે એન્ટી કરપ્શનબ્યુરો (ACB) દ્વારા લાંચના છટકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રેક્ટરોના ફેરા કરવા બદલ રૂૂ.5 હજારની લાંચ માગવામાં આવી હોવાની…

ઉના તાલુકાના ડમાસા ગામે એન્ટી કરપ્શનબ્યુરો (ACB) દ્વારા લાંચના છટકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રેક્ટરોના ફેરા કરવા બદલ રૂૂ.5 હજારની લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં ખાનગી શખ્સ દિનેશભાઈ નાથુભાઈ બાકીયા રૂૂ.2,000ની લાંચની રકમ સ્વીકારતાં ઝડપાયા હતા. જ્યારે આ કેસમાં નામજોગ કરવામાં આવેલા ઉના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધીરૂૂભાઈ ચીથડભાઈ બાંભણીયા સ્થળ પર મળી આવ્યા ન હોવાનું એસીબીની વિગતોમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ડમાસા ગામના એક જાગૃત નાગરિક દ્વારા એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1064 પર ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદી દ્વારા ડમાસા ગામથી આસપાસનાં ગામોમાં પથ્થર ભરેલા ટ્રેક્ટરોના ફેરા કરવામાં આવતા હતા. આ દરમિયાન સોમનાથ-ભાવનગર હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રેક્ટરો રોકીને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી હતી.

આ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ ધીરૂૂભાઈ બાંભણીયા દ્વારા બે ટ્રેક્ટરોના બે મહિનાના ફેરા માટે કુલ રૂૂ.5,000ની લાંચ માગવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, છટકા પહેલાં રૂૂ.3,000ની રકમમેળવી લેવામાં આવી હતી અને બાકીના રૂૂ.2,000 દિનેશભાઈ બાકીયાને આપવા જણાવાયું હતું.

ફરિયાદના આધારે એસીબી દ્વારા 16 ઓક્ટોબરના ડમાસા ગામે લાંચના છટકાનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ દરમિયાન દિનેશભાઈ નાથુભાઈ બાકીયાદ્વારા રૂૂ.2,000ની લાંચની રકમ સ્વીકારવામાં આવતાં એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. લાંચની માગણી અને સ્વીકાર અંગેની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કેસમાં હેડ કોન્સ્ટેબલ ધીરૂૂભાઈ બાંભણીયા સ્થળ પર મળી આવ્યા ન હોવાનું જણાવાયું છે. સમગ્ર કાર્યવાહી પોરબંદર અઈઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ગમાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ અને છટકાની આ કાર્યવાહીથી ઉના તાલુકામાં પોલીસ કર્મચારીની ભૂમિકા ખાનગી વ્યક્તિ મારફતે લાંચની રકમ સ્વીકારવાના મામલે ચર્ચા જાગી છે. આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *