ધ્રાંગધ્રામાં ભંગારના ડેલા પાસેથી આધેડની લાશ મળી

  સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મોચીવાડ વિસ્તારમાં આવેલા ભંગારના ડેલા પાસેથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક રાહદારીઓએ શરૂૂઆતમાં આ…

 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મોચીવાડ વિસ્તારમાં આવેલા ભંગારના ડેલા પાસેથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક રાહદારીઓએ શરૂૂઆતમાં આ વ્યક્તિને નશાની હાલતમાં સૂતેલો માન્યો હતો, પરંતુ લગભગ 10 મિનિટ સુધી કોઈ હલનચલન ન જોવા મળતા નજીકથી તપાસ કરી હતી. જે બાદ રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આધેડને પ્રાઈવેટ વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા સિટી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃતક આધેડના પરિવારની શોધખોળ શરૂૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસે જાહેર અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ આધેડને ઓળખતી હોય તો તાત્કાલિક ધ્રાંગધ્રા સિટી પોલીસનો સંપર્ક કરે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *