વેરાવળમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા વીડિયો મામલે આધેડની હત્યા, ત્રણ ઘવાયા

વેરાવળના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોને લઈને થયેલો વિવાદ હિંસક ઘટનામાં પરિણમ્યો છે. ભગીરથ પાન પાર્લર પર ગોપાલ સોલંકી અને મેવાડા પરિવાર વચ્ચે…

વેરાવળના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોને લઈને થયેલો વિવાદ હિંસક ઘટનામાં પરિણમ્યો છે. ભગીરથ પાન પાર્લર પર ગોપાલ સોલંકી અને મેવાડા પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન મારામારીની ઘટના બની હતી.

ઘટનામાં વચ્ચે પડેલા રાણા મેવાડાને ગોપાલ સોલંકીએ પેટના ભાગે છરીના ઘા મારતા તેમનું મોત નિપજ્યું હતું. રાજા ભીખાભાઈ મેવાડા, પ્રવિણ કરસનભાઈ મેવાડા અને દીપક સીદીભાઈ મેવાડાને પણ છરીના ઘા વાગ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મૃતકના પિતરાઈ ભાઈ દિપક મેવાડાની ફરિયાદ મુજબ, આરોપી ભાવિક ઉર્ફે ભાવેશભાઇ ઉર્ફે ગોપાલ સોલંકીએ મેવાડા કુટુંબને બદનામ કરવા સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો હતો.

6 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11:54 વાગ્યે આ અંગે ઠપકો આપવા જતાં આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. પ્રભાસ પાટણ પોલીસે આરોપી ગોપાલ સોલંકી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી સામે ઈંઙઈ કલમ 103(1), 109(1), 115(2), 118, 351(2), 352 અને જી.પી.એક્ટ 135 હેઠળ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *