ગાંધીનગરમાં આવેલા GIFT સિટી નજીક એક મોટી ઘ્ત્નાબની છે. ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર, ઘટના બાદ મેટ્રો ટ્રેન સેવા અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં સવાર મુસાફરોને આગામી સ્ટેશને ઉતરી જવાની સૂચના આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. સાથે જ ઘટનાસ્થળ તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મેટ્રો સેવા બંધ થતાં GIFT સિટી તરફ કામકાજ માટે જતા લોકો અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક સેવા ખોરવાઈ જતાં અનેક મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા હતા.
હાલ મેટ્રો સેવા ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ટ્રેન પાટા પરથી ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે મેટ્રો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
