મેટોડા પોલીસે ગુમ થયેલા 2 લાખના મોબાઈલ શોધી કાઢયા

મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી આશરે 10 જેટલા મોબાઈલ ખોવાયા હોય જેને મેટોડા પોલીસે શોધી કાઢી આશરે બે લાખની કિંમતના મોબાઈલ મુળ માલિકને પરત…

મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી આશરે 10 જેટલા મોબાઈલ ખોવાયા હોય જેને મેટોડા પોલીસે શોધી કાઢી આશરે બે લાખની કિંમતના મોબાઈલ મુળ માલિકને પરત કરવામાં આવ્યા હતાં.
મેટોડા પોલીસે સરકારના ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ અંગે ખાસ કરીને સરકારના પોર્ટલ ઉપરથી ગુમ થયેલા મોબાઈલની ટેકનીકલ માહિતી મેળવીને આશરે રૂા.2.11 લાખની કિંમતના 10 જેટલા મોબાઈલ શોધી કાઢીને મુળ માલિકને પરત અપાવ્યા હતાં. મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુમ થયેલા મોબાઈલ અંગેની અરજીઓ અંગે તપાસ કરીને સરકારના પોર્ટલનો ઉપયોગ કરીને આવા ખોવાયેલા મોબાઈલ તાત્કાલીક શોધી કાઢવામાં આવ્યા હતાં. મેટોડાના ઔદ્યોગિક વસાહતમાં વસવાટ કરતાં અન્ય રાજ્યોનાં મજુરોના મોબાઈલ ખોવાઈ જવા અંગેની મેટોડા પોલીસને મળેલી અરજીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી મેટોડા પોલીસ મથકના પીઆઈ એસ.એચ.શર્મા સાથે સ્ટાફના યોગીરાજસિંહ, હરેશભાઈ, જશમતભાઈ, લક્કીરાજસિંહ, શકિતસિંહ, રવુભાઈ અને નિતીનભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *