મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 3 ના રોજ તેણીએ માંઝા ગામના દેવુભાઈ લીલાભાઈ કારીયાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા નારણભાઈ જુવાનસિંહ પંચાલ (ઉ.વ. 45) એ અહીંની પોલીસને કરી છે.