રાજકોટની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી મનોરોગી દર્દીનો આપઘાત

અમદાવાદથી દવા લેવા આવ્યા બાદ અચાનક કુદકો મારી દીધો રાજકોટ શહેરના મવડી હેડક્વાર્ટરની સામે આવેલી રી-સ્ટોર હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી અમદાવાદના મનોરોગી દર્દીએ આપઘાત કરી…

અમદાવાદથી દવા લેવા આવ્યા બાદ અચાનક કુદકો મારી દીધો

રાજકોટ શહેરના મવડી હેડક્વાર્ટરની સામે આવેલી રી-સ્ટોર હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી અમદાવાદના મનોરોગી દર્દીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

આ ઘટનામાં પોલીસને જાણ કરતા પોલિસે કાગળો કરી મૃતદેહને તુરંત અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. વધુ વિગતો મુજબ,અમદાવાદના સોલામાં આવેલી આસ્થા રેસીડેન્સીમાં રહેતા અંકિત વિરમભાઈ પપાણીયા નામના 31 વર્ષના યુવાને સાંજના સમયે રાજકોટના મવડી હેડક્વાર્ટરની સામે રીસ્ટોર હોસ્પિટલમાં હતો ત્યારે તેના છઠ્ઠા માળે થી કુદકો મારી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ કિશનભાઈ અને અલ્પેશભાઈએ જરૂૂરી કાગળો કર્યા હતા. મૃતક અંકિત બહેનનો એકનો એક ભાઈ હતો અને પોતે માનસિક હોય અવાર નવાર અહીં દવા લેવા આવતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *