સપ્તાહની શરૂૂઆત મુંબઈમાં ભારે વરસાદથી થઈ હતી, સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં શહેર વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી હતી. ઈંખઉ કોલાબામાં 100 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ઈંખઉ સાન્તાક્રુઝમાં 86 મીમી વરસાદ નોંધાયો હતો.
ઓટોમેટિક વેધર સ્ટેશનો દ્વારા રેકોર્ડિંગ અનુસાર, શહેરના વડાલામાં સૌથી વધુ 161.4 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ માટુંગામાં 147.55 મીમી વરસાદ પડ્યો હતો. લોઅર પરેલ અને વરલી ફાયર સ્ટેશન જેવા અન્ય મુખ્ય સ્થળોએ પણ અનુક્રમે 143.46 મીમી અને 140.73 મીમી વરસાદ પડ્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં, બાંદ્રામાં 134.59 મીમી અને બીકેસી ફાયર સ્ટેશનમાં 103.4 મીમી વરસાદ નોંધાયો હતો.
પૂર્વીય ઉપનગરોમાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ પડ્યો હતો. અહીં સૌથી વધુ વરસાદ ચેમ્બુરમાં 111 મીમી નોંધાયો હતો. કુર્લામાં એલ વોર્ડ ઓફિસ, પાસપોલી પવઈ અને ચેમ્બુર ફાયર સ્ટેશન જેવા અન્ય સ્થળોએ 81.74 મીમી અને 86.53 મીમી વચ્ચે વરસાદ નોંધાયો હતો. યાદ કરી શકાય છે કે 2025 માટે દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર શરૂૂઆત ગયા મહિને 26 મેના રોજ થઈ હતી.
