દક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા: 0॥થી 6 ઇંચ વરસાદ

સાગબારા-ઉમરપાડા-ડોલવાન-6, વધાઇ-કરજણ-5, લુણાવાડા-ખેરગામ-4 ઇંચ પાણી વરસતા રેલમછેલ: રાજ્યના 140 તાલુકામાં ભારે વરસાદ, 57માં 1થી વધુ વરસ્યો રાજ્યમાં ગઇકાલથી વરસાદી જોર ઘટયુ છે. છતા 140 તાલુકામાં…

સાગબારા-ઉમરપાડા-ડોલવાન-6, વધાઇ-કરજણ-5, લુણાવાડા-ખેરગામ-4 ઇંચ પાણી વરસતા રેલમછેલ: રાજ્યના 140 તાલુકામાં ભારે વરસાદ, 57માં 1થી વધુ વરસ્યો

રાજ્યમાં ગઇકાલથી વરસાદી જોર ઘટયુ છે. છતા 140 તાલુકામાં અડધાથી 6 ઇંચ વરસાદ વરસી ગયો છે. 57 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યાના અહેવાલ પ્રપ્તા થયા છે. જે પૈકી સુરત, તાપી, ડાંગ, વડોદરા અને નવાસારી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદી નાળામાં ફરી પૂરની સ્થિતી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ આગાહી કરવામાં આવેલ હોય આકાશ વાદળોથી છવાયેલ હોવાથી વધુ વરસાદની શકયતા જોવાય રહી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું છે, જો કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો હતો. નર્મદાજિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ થયાના અહેવાલો છે. આ સિવાય ચરોતર પંથકમાં ઝરમરિયો વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો. આજે સવારે પૂરા થતા 24 કલાકમાંરાજ્યના 26 જિલ્લાના 140 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે.

નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

24 કલાકનો સૌથી વધુ વરસાદ
સાગબારા 9.8 ઇંચ
વ્યારા 8.76 ઇંચ
લુણાવાડા 8.68 ઇંચ
ડેડિયાપાડા 8.40 ઇંચ
જાંબુઘોડા 7.36 ઇંચ
બોડેલી 7.12 ઇંચ
કાલોલ 5.56 ઇંચ
કુકરમુંડા 6.60 ઇંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *