મોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમન

મોરબી જીલ્લામાં આખો જુન મહિનો કોરો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અન્ય સેન્ટરોમાં થઇ રહેલા…

મોરબી જીલ્લામાં આખો જુન મહિનો કોરો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અન્ય સેન્ટરોમાં થઇ રહેલા વરસાદને પગલે મોરબી જીલ્લાના રહેવાસીઓ નિસાસા નાખતા જોવા મળ્યા હતા જોકે મેઘરાજાએ રવિવારે મોડી રાત્રીના મહેર વરસાવી હતી જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી સૌ કોઈ ખુશ જોવા મળી રહ્યા છે.

મોરબી જીલ્લામાં રવિવારે મોડી રાત્રીના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને રાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાની શાહી સવારી મોરબી આવી પહોંચી હતી મોરબી શહેર અને જીલ્લાના પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

રવિવારે રાત્રીથી સોમવારે સવાર સુધીના વરસાદના આંકડા જોઈએ તો મોરબી તાલુકામાં 40 મીમી, માળિયા તાલુકામાં 14 મીમી, ટંકારા તાલુકામાં 27 મીમી, હળવદમાં સૌથી વધુ 46 મીમી અને વાંકાનેરમાં 34 મીમી વરસાદ વરસ્યો હતો મોરબી જીલ્લામાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *