અમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજા

અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અવિરત વરસાદથી અમદાવાર શહેર સ્થંભી ગયું હતું. રસ્તાઓ જાણે નદીઓ બની…

અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અવિરત વરસાદથી અમદાવાર શહેર સ્થંભી ગયું હતું. રસ્તાઓ જાણે નદીઓ બની ગઈ હતી. અનેક સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા 23 થી 24 જુલાઈ 2026 ના સવારે 06:00 વાગ્યા સુધીના આંકડા મુજબ, સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ધોળકા તાલુકો 18.62 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ પ્રભાવિત થયો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ 473 મિલીમીટર (18.62 ઇંચ) વરસાદ નોંધાયો છે. ધોળકામાં ખાસ કરીને બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યાના માત્ર 4 કલાકના ગાળામાં જ 265 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. તેવી જ રીતે વિરમગામ તાલુકામાં 371 મિલીમીટર (14.61 ઇંચ) વરસાદ નોંધાયો છે, જેમાં રાત્રે 10:00 થી 12:00 વાગ્યાના સમયગાળામાં 93 મિલીમીટર વરસાદ પડ્યો હતો. માંડલ તાલુકામાં પણ 300 મિલીમીટર (11.81 ઇંચ) વરસાદ નોંધાયો છે, જેમાં બપોરે 12:00 થી 2:00 વાગ્યા દરમિયાન 113 મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદે સ્માર્ટ સિટીના દાવા ખોલી નાખ્યા છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ રોકાયાના કલાકો બાદ પણ કેડ સમા પાણી ભરાયેલા છે. 1000થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સરકારી શાળામાં આશરો લેવો પડ્યો છે. સત્તાધીશો અને તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.
વાહનો ડૂબી જવાના અને રસ્તાઓ બંધ થવાના કારણે સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાત વર્ગ અને રાહદારીઓ રસ્તામાં જ અટવાયા છે. એટલું જ નહીં, મકરબા ઈન્દિરાનગર જેવા વિસ્તારોમાં 1000થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સરકારી શાળામાં આશરો લેવાની નોબત આવી છે. ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને નિષ્ફળ પ્રી-મોન્સૂન કામગીરીથી ત્રસ્ત પ્રજા હાલાકી ભોગવી રહી છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો કે ધારાસભ્યો ફરકતા પણ ન હોવાથી લોકોમાં સત્તાધીશો અને તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

અમદાવાદ જિલ્લા વરસાદ
બાવળા: 296 મિલીમીટર (11.65 ઇંચ)
દસ્ક્રોઈ: 294 મિલીમીટર (11.57 ઇંચ)
દેત્રોજ-રામપુરા: 177 મિલીમીટર (6.97 ઇંચ)
સાણંદ: 151 મિલીમીટર (5.94 ઇંચ)
ધંધુકા: 119 મિલીમીટર (4.69 ઇંચ)
ધોલેરા: 54 મિલીમીટર (2.13 ઇંચ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *