અમેરિકાએ ઈરાન પર અત્યંત ઘાતક હુમલા કરીને ફરી હોર્મુઝ માર્ગે વેપાર ઠપ્પ કર્યા સાથે હવે ઈરાન સમર્થિત હુથ્થીઓએ રાતા સમુદ્ર માર્ગે પણ જહાજોનું વહન અટકાવી વિશ્વ વેપારને થંભાવી દેવાના આપેલા સંકેતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત ભડકો થઈ ભાવ વધુ પાંચ ટકા જેેટલા વધીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ 100 ડોલર અને અમેરિકી ક્રુડના91 ડોલર પહોંચી જતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. જોકે બપોરે ક્રૂડના ભાવમાં ચાર ડોલરનો સુધારો થતાં ક્રૂડનો ભાવ 96 ડોલરએ પહોંચી જતા શેર બજારમાં પણ ભારે સુધારો જોવા મળ્યો હતો એક સમયે 900 અંક તૂટેલો સેન્સેક્સ સુધરીને 322 સુધી પહોંચી ગયો હતો.
આ સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિ બાદ અલ-નીનોની અસર અને દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનો ખતરો ઊભો થતાં ફંડો, ઈન્વેસ્ટરો સાવચેતીમાં હળવા થયા હતા. વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતાએ વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ પડી ભાંગવાની કરેલી આગાહીની પણ વૈશ્વિક બજારો પર અસર જોવાઈ હતી. સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 75500 ની નીચે પહોંચી ગયો તે ફરી એકવખત 76000ની સપાટીએ પહોંચી ગયો છેઅને નિફટી 255 પોઈન્ટ નીચે હતી તે હવે 100 પોઇન્ટ નીચે જોવા મળી રહી છે. આ ઉપરાંત બેંક નિફ્ટી 500 અંક નીચે હતી તે હવે 50 પ્લસ થઈ છે.અને મિડકેપ નિફ્ટી 750 અંક તૂટી ગયો હતો તે હવે માત્ર 100 અંક નીચે જોવા મળી રહ્યો છે..
જોકે સવારે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સતત નરમાઈ સાથે ફંડોની બેંકિંગ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર શેરોમાં વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેેચવાલી વધતાં રોકાણકારોની એક્ત્રિત સંપત્તિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂૂ.3.32 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.
ગઈકાલે સોના ચાંદીમાં થયેલા ઘટાડા બાદ આજે પણ સવારેસોના ચાંદીમાં ઘટાડો નોંધાયો છે આજે સોનામાં 1000 અને ચાંદીમાં 1500 નો ઘટાડો થયો હતો.પણ બપોર બાદ સોનામાં 500 રૂૂપિયા અને ચાંદી 2250 ઉપર જોવા મળી છે.
