હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જીલ્લામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે મેઘરાજા અનેક જીલ્લામાં વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ , ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ, કુલ 9 સ્થળોએ 1થી વધુ ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (21 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
