જિલ્લામાં 29412 વીજગ્રાહકો માટે 250થી વધુ ટીમો દોડાવતું પીજીવીસીએલ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પખવાડિયાના સમયગાળા દરમિયાન સતત ત્રીજી વખત બાકી રોકાતા વીજબિલના નાણા વસૂલવા માટે સ્પેશિયલ ડિશ કનેક્શન દ્રાઈવ રાખવામાં આવી છે, અને બંને જિલ્લાઓમાં અલગ અલગ ટીમોને દોડતી કરાવાઈ છે.
પીજીવીસીએલ – જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના 58,915 વીજ ગ્રાહકોની માર્ચ-2026 સુધીની રૂૂ. 28.57 કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી રહી છે, જેથી બાકી નાણાની વસુલાત કરવા માટે ખૂબ જ કડકાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંગે વીજજોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે 250 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂૂર પડયે ટી.સી. ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલી છે, અને જે અંતર્ગત માર્ચ-2026 દરમ્યાન કુલ 28,231 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂૂ. 11.02 કરોડ ભરપાઈ કરી આપ્યા છે, તેમજ કુલ 1272 જેટલા ગ્રાહકો કે જેના બાકી લેણાં રૂૂ. 1.84 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજજોડાણો કાપી નાખવામાં આવ્યા છે. અને હજુ બાકી રહેલ 29412 બાકીદારો ની લેણી રકમ રૂૂ. 15.71 કરોડની સામે વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
જે અંતર્ગત આજે તા. 24,03,2026 ના રોજ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર અને દેવભૂમી દ્વારકા જીલ્લામાં કુલ 36 પેટાવિભાગીય કચેરીઓમાં ડીસ-કનેકશન કામગીરી માટે કુલ મળીને અંદાજીત 390 ટીમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને ચાલુ માસમાં રકમ ભરપાઈ નહી કરાય તો કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે.
વીજબિલના નાણાની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઈ થાય તે માટે વિજ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માથી મુક્ત રહી શકાય.
ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, (1) ઈ.સી.એસ.(ઊઈજ), (2) ડેબીટ કાર્ડ/કેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM (3)પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના ઙઘજ મશીન દ્વારા, (4) કંપનીની વેબસાઇટ ૂૂૂ .ઙૠટઈક.ઈઘખ મારફત ઞઙઈં મોડથી. (5) ઇન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ, (6) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, (7) એ.ટી.એમ. મશીન (HDFC / ICICI / BOB બેકોના), (8) RTGS/NEFT
