શહેરની પરાબજારમાં વર્ષોથી દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા રોડ રસ્તા ઉપર બેસતા પાથરણાવાળાઓ અને પાર્કિંગ થયેલા વાહનોના ત્રાસ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરેલ જે અંતર્ગત મનપાના જગ્યારોકાણ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે સવારથી ધર્મેન્દ્ર રોડ, પરાબજારથી લઇને રૈયાનાકા ટાવર સુધીના રોડ ઉપર દબાણરૂપ પાથરણા જપ્ત કરી નો-પાર્કિંગ તેમજ પીળા પટ્ટાની બહાર પાર્ક થયેલા વાહનો જપ્ત કરવાની ટ્રાફિક પોલીસ અને ફૂડ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરાતા અફરાતફરી મચી ગઇ હતી. મનપાના જણાવ્યા મુજબ સપ્તાહમાં બે વખત આ વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
ધર્મેન્દ્ર રોડ-પરાબજારમાં મેગા ડ્રાઇવ: દબાણરૂપ માલ-સામાન વાહનો જપ્ત
શહેરની પરાબજારમાં વર્ષોથી દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા રોડ રસ્તા ઉપર બેસતા પાથરણાવાળાઓ અને પાર્કિંગ થયેલા વાહનોના ત્રાસ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરેલ જે અંતર્ગત મનપાના જગ્યારોકાણ…
