સરકાર સાથેની બેઠક નિષ્ફળ, વન રક્ષકોની હડતાલ 7મા દિવસે યથાવત

ગાંધીનગરમાં પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વનરક્ષક કર્મચારીઓનું આંદોલન આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વનરક્ષકો એકઠા થઈ સરકાર…

ગાંધીનગરમાં પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વનરક્ષક કર્મચારીઓનું આંદોલન આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વનરક્ષકો એકઠા થઈ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. જોકે, માંગણીઓ અંગે લેખિતમાં ઠરાવ કરવામાં ન આવતાં બેઠકનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પરિણામે વનરક્ષકોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વનરક્ષકો દ્વારા ગ્રેડ પે, બદલી, બઢતી, નવી ભરતી અને રિસ્ક એલાઉન્સ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને માંગણીઓ કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે માત્ર આશ્વાસનથી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, પરંતુ સરકાર દ્વારા લેખિતમાં ઠરાવ કરવામાં આવે તે જરૂૂરી છે.

સાત દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે વન વિભાગની કામગીરી પર પણ અસર પડી રહી છે. બીજી તરફ વનરક્ષક કર્મચારીઓ પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મક્કમ મૂડમાં છે. હવે સરકાર વનરક્ષકોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને આંદોલનનો અંત ક્યારે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *