ગુજરાતની અંદર ભૂતકાળમાં માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ વગેરે મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડ ના મોટા મોટા કૌભાંડો બહાર આવ્યા હતા પરંતુ આ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ લીધી નથી આજે સમાચાર મળ્યા છે કે કડીના 19 દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ ખ્યાતી હોસ્પિટલ ખાતે એનજીઓગ્રાફી કરવા માટે લાવવામાં આવ્યા હતા અને દર્દીઓની સગાની ફરિયાદ મુજબ તેઓને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે તેમની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય સીધે સીધુ સ્ટેન્ડ નાખવાનું ઓપરેશન એટલે કે એનજીઓપ્લાસ્ટિ કરી નાખવામાં આવી હતી અને સમાચારો મુજબ બે (2) દર્દીઓના મૃત્યુ થયા છે અને પાંચ (5) જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે.
દર્દીઓનો સગાનો આક્ષેપ છે કે તેમના સગાઓને એનજીઓપ્લાસ્ટિ કરવાની કોઈ જ જરૂૂર ન હતી છતાં પણ તેમને એન્જોપ્લાસ્ટિ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે. વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂૂપિયા પણ કપાઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી મળેલ છે.આમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આવા મેડિકલ માફીઆઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ દાવ પર લગાવી રહ્યા છે.ભૂતકાળમાં અંધાપા કાંડથી ગુજરાતના દર્દીઓએ આંખો ગુમાવી હતી પરંતુ હવે તો આવા એન્જોપ્લાસ્ટિના કાંડથી દર્દીઓ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે મંત્રી ઋષિકેશભાઇ પટેલ અકળ મૌન રાખીને બેઠેલા છે હજી સુધી તેઓએ આ બાબતે પોતાનું કોઈ પણ વક્તવ્ય આપ્યું નથી.મેડિકલ માફિયાઓનું આ એક વ્યવસ્થિત પૂર્વકનું કૌભાંડ દેખીતી રીતે દેખાઈ રહ્યું છે કે જેની અંદર આયુષ્યમાન કાર્ડ માંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવાના અને તેમનો જીવ જોખમમાં મુકવાનો અને સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિલીટી એટલે કે સીએસઆર ફંડનો પણ મોટા પાયે દુરુપયોગ થયાની ફરિયાદો પણ સામે આવી છે.
મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં આવા પ્રકારનું કૌભાંડ થાય તે સરકાર માટે પણ નીંદનીય બાબત છે. એક તરફ 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપીને મોટી મોટી ચૂંટણી લક્ષી જાહેરાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ આવા જ આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને મેડિકલ માફીયાઓ દર્દીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સરકારે જવાબદારો સામે સખત પગલાં લઈને પોતાની સક્રિયતા બતાવવી ખાસ જરૂૂરી છે તથા જે લોકો બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે તેઓને એક કરોડ રૂૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસ માગણી કરે છે.