MD-MS ડોક્ટરોને ગામડાઓમાં પોસ્ટિંગની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં મોકલી 45 કરોડની કટકી કરાઇ

ગુજરાતમાં ડીઆરપી (ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ) નું ખોટું અર્થઘટન કરી સરકારને છેલ્લા ત્રણ વર્ષથી ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી. M.D. (ડોક્ટર ઓફ મેડિસિન) અને M.S. (માસ્ટર…

ગુજરાતમાં ડીઆરપી (ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ) નું ખોટું અર્થઘટન કરી સરકારને છેલ્લા ત્રણ વર્ષથી ગેરમાર્ગે દોરવામાં આવી રહી હતી. M.D. (ડોક્ટર ઓફ મેડિસિન) અને M.S. (માસ્ટર ઓફ સર્જરી) ના બીજા વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ફરજિયાત ત્રણ મહિના માટે ગ્રામ્ય તથા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપવા માસિક એક લાખ રૂૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાય છે, પરંતુ ડીઆરપી પ્રોગ્રામનું ખોટું અર્થઘટન કરી યોજનાપૂર્વક 15થી 20 ટકા વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પોસ્ટિંગ અપાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ સંદર્ભનો અહેવાલ છપાયો હતો, જેના પરિણામે સરકાર હરકતમાં આવી હતી અને તાત્કાલિક 24 કલાકમાં નિર્ણય બદલવો પડ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 1500 ડોક્ટરોને રાજ્યની અનન્યા મેડિકલ કોલેજ, સ્વામિનારાયણ મેડિકલ કોલેજ અને કિરણ મેડિકલ કોલેજ સહિત કુલ પાંચ જેટલી ખાનગી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલોમાં નિયમ વિરુદ્ધ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

આ ડોક્ટરોને ખાનગી સંસ્થામાં પ્રેક્ટિસ કરવા માટે સરકારે આશરે 45 કરોડ સ્ટાઇપેન્ડ પણ ચૂકવ્યું હતું. સોમવારે આ સંદર્ભે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તાત્કાલિક નિર્ણયમાં ફેરફાર કરી ડીઆરપી ડોક્ટરો માટે આગામી 1 માર્ચથી શરૂૂ થતી ટર્મથી ખાનગી સંસ્થામાં પોસ્ટિંગ નહીં આપવા નિર્ણય કર્યો હતો. જોકે અત્યાર સુધી કેન્દ્ર સરકારના નિયમનું ખોટું અર્થઘટન કરનાર અધિકારીઓ સામે કોઈ એક્શન લેવાયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *