કૌભાંડ કે છેતરપિંડી સબબ ખાલી થયેલી MBBSની સીટ મેરિટવાળા વિદ્યાર્થીને મળશે

ભારતીય તબીબી શિક્ષણના ઇતિહાસમાં 8 એપ્રિલ 2026નો દિવસ એક સીમાચિહ્નરૂૂપ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ એડમિશન પ્રક્રિયાને લઈને એક એવો આદેશ જારી કર્યો…

ભારતીય તબીબી શિક્ષણના ઇતિહાસમાં 8 એપ્રિલ 2026નો દિવસ એક સીમાચિહ્નરૂૂપ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ એડમિશન પ્રક્રિયાને લઈને એક એવો આદેશ જારી કર્યો છે, જે દેશના હજારો મહેનતુ અને તેજસ્વી વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે MBBSની એક પણ સીટ કોઈ કૌભાંડ કે છેતરપિંડીના કારણે ખાલી છોડવામાં આવશે નહીં. હવે લાયકાત જ એકમાત્ર માપદંડ રહેશે અને મેરિટ લિસ્ટમાં પાછળ રહી ગયેલા લાયક ઉમેદવારને તેની મહેનતનો હક મળશે.

આ સમગ્ર વિવાદ NEET UG 2022ની એડમિશન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. એક વિદ્યાર્થીએ નકલી દસ્તાવેજોનો સહારો લઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. એડમિશન પછી જ્યારે તપાસ થઈ ત્યારે આ છેતરપિંડી પકડાઈ અને તે વિદ્યાર્થીનું એડમિશન તરત જ રદ કરવામાં આવ્યું. પરંતુ, ખરી સમસ્યા એડમિશન રદ થયા પછી શરૂૂ થઈ.

નિયમોની જટિલતા અને વહીવટી ઢીલાશને કારણે તે MBBS સીટ ખાલી રહી ગઈ. જે વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં આગળનો નંબર હતો, તે આ સીટનો હકદાર હોવો જોઈતો હતો, પરંતુ તેને એડમિશન આપવામાં આવ્યું નહીં. મામલો હાઈકોર્ટમાં ગયો, જ્યાંથી નિર્ણય લાયક વિદ્યાર્થીની તરફેણમાં આવ્યો. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) એ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે સખત અને માનવીય અભિગમ અપનાવીને NMCની અપીલ ફગાવી દીધી હતી.

MBBS સીટ એ રાષ્ટ્રીય સંસાધન છે કોર્ટે કહ્યું કે મેડિકલની એક સીટ ખૂબ જ કિંમતી છે. તેને દેશના સંસાધન તરીકે જોવી જોઈએ. તેને કોઈપણ સંજોગોમાં ખાલી છોડવી એ માત્ર અન્યાય નથી, પણ રાષ્ટ્રીય બગાડ પણ છે.
કોર્ટે માન્યું કે સિસ્ટમની ભૂલો અથવા છેતરપિંડીના કારણે કોઈ હોનહાર વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લગાવી શકાય નહીં. જો કોઈ સીટ ખાલી પડે છે, તો તે તાત્કાલિક મેરિટ લિસ્ટમાં પછીના લાયક ઉમેદવારને આપવી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એડમિશનની સમગ્ર પ્રક્રિયાને હવે વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાની જરૂૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ છેતરપિંડીનો સહારો ન લઈ શકે.

NEET UGની પરીક્ષામાં એક-એક માર્કસનું કેટલું મહત્વ છે, તે એવા વિદ્યાર્થીઓને પૂછો જેઓ માત્ર થોડા અંકો કે રેન્કથી પોતાની મનપસંદ મેડિકલ સીટથી વંચિત રહી જાય છે. અત્યાર સુધી એવું થતું હતું કે જો કોઈનું એડમિશન કેન્સલ થાય, તો તે સીટ ‘લેપ્સ’ થઈ જતી હતી. આનાથી માત્ર તે સીટનું નુકસાન જ નહોતું થતું, પરંતુ એક લાયક ઉમેદવાર પણ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવામાં રહી જતો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એ નક્કી થઈ ગયું છે કે હવે સિસ્ટમ ‘મેરિટ’ સાથે ઊભી છે. જો કોઈ છેતરપિંડી સામે આવશે, તો તેનો લાભ સીધો તે વિદ્યાર્થીને મળશે જે ખરેખર તે સીટ માટે લાયક હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *