પશ્ચિમ બંગાળમાં 2026ની સત્તાવાર જંગની શરણાઈ વાગી ચૂકી છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના લોકલોભામણા મેનિફેસ્ટો દ્વારા મમતા બેનર્જી અને ભાજપ બંનેના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોલકાતામાં ’ન્યાય પત્ર’ રજૂ કરતા જાહેરાત કરી કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યની પ્રત્યેક મહિલાને દર મહિને ₹2,000ની આર્થિક સહાય અને ખેડૂતોને વાર્ષિક ₹15,000ની સન્માન નિધિ આપવામાં આવશે. આ ઉપરાંત, મફત વીજળી અને ₹10 લાખ સુધીના સરકારી સ્વાસ્થ્ય વીમા દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના મતો અંકે કરવાનો મોટો દાવ ખેલવામાં આવ્યો છે.
રાજકીય વિશ્ર્લેષકો આ મેનિફેસ્ટોને કોંગ્રેસની ’હાઈ-ટેક’ અને ’હાઈ-વોલ્ટેજ’ વ્યૂહરચના ગણાવી રહ્યા છે. પાર્ટીએ માત્ર પરંપરાગત ખેતી જ નહીં, પણ આધુનિક યુગના યુવાનોને આકર્ષવા માટે દરેક જિલ્લામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) હબ બનાવવાનું અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે. જયરામ રમેશે ઝખઈ અને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે બંગાળમાં ઉદ્યોગો મરી પરવાર્યા છે અને કોલકાતા જે એક સમયે ભારતનું આર્થિક કેન્દ્ર હતું, તે હવે માત્ર સ્થળાંતર કરનારાઓનું શહેર બની ગયું છે.
કોંગ્રેસે તમામ ખાલી સરકારી જગ્યાઓ ભરવાની ખાતરી આપીને બેરોજગાર યુવાનોની નસ પકડવાનો પ્રયાસ કર્યો છે. મેનિફેસ્ટોમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ’ઝીરો ટોલરન્સ’ની નીતિની વાત કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડીને બંગાળની જનતાને એક એવો વિકલ્પ આપવા માંગે છે જે ધ્રુવીકરણ કે સાંપ્રદાયિકતાને બદલે વિકાસ અને સામાજિક સંવાદિતા પર આધારિત હોય. ભાજપ અને ઝખઈને ’એક જ સિક્કાની બે બાજુ’ ગણાવીને કોંગ્રેસે બંગાળના ભવ્ય ભૂતકાળને પાછો લાવવા માટે ’પરિવર્તન’ની હાકલ કરી છે.
