બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, SITની મોટી કાર્યવાહી

  નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આજે જયરાજ આહીરની ધરપકડ કરી છે. પ્રાપ્ત…

 

નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આજે જયરાજ આહીરની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, SIT દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે જયરાજ આહીરને પૂછપરછ માટે ભાવનગર રેન્જ આઈજી (IG)ની કચેરી ખાતે સમન્સ આપીને બોલાવવામાં આવ્યા હતા. સમન્સને પગલે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. પલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર SITના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જયરાજ આહીરની બંધ બારણે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે, SIT દ્વારા જયરાજ આહીરની બે કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે.

બગદાણાના કોળી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે SIT દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અગાઉ પણ જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી. આ મેરેથોન પૂછપરછના અંતે SITને સંતોષકારક જવાબો ન મળતા અને કેસમાં તેમની સંડોવણી અંગેના કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગતા, જયરાજ આહીરની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *