મવડીના નવનિર્મિત્ત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું અટલ બિહારી વાજપેઇ નામકરણ

અટલ નેતૃત્વ અવિરત વિકાસ એ સુશાસન દિવસનો મૂળ સંદેશ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનાદુરંદેશીનેતૃત્વે દેશને મજબૂત લોકશાહી, પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસનો…

અટલ નેતૃત્વ અવિરત વિકાસ એ સુશાસન દિવસનો મૂળ સંદેશ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનાદુરંદેશીનેતૃત્વે દેશને મજબૂત લોકશાહી, પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસનો માર્ગ બતાવ્યો. તેમના નેતૃત્વકાળમાં નીતિગત સ્પષ્ટતા, જનહિતને પ્રાથમિકતા અને સકારાત્મક વિચારધારાના આધારે શાસન વ્યવસ્થાને નવી દિશા મળી. સુશાસન દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ જવાબદારીપૂર્ણ પ્રશાસન, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ છે. અટલજીના વિચારોથી પ્રેરિત થઈ દેશ આજે અવિરત વિકાસ અને સુશાસનના માર્ગે આગળ વધી રહ્યો છે.

આજે 25મી ડિસેમ્બર, 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ” અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નામ રાખવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા જાહેરાત કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્યર ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તાવરમાં વોર્ડ નં.1રમાં 11,831.00 ચો.મી. જગ્યામિાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 1ર00 લોકોની ક્ષમતાવાળું સ્પોનર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે 9500.00 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડવમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેમટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેાટીંગરીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોમર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટકન કોર્ટ, આર્ચરી, સ્કુવોસ, પ્લેચ-ગ્રાઉન્ડા એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જમ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *