ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો

ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8…

ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે લઠ્ઠાકાંડમાં ધરપકડનો આંક 42 થયો છે.

ભાવનગરમાં ગત ઓગસ્ટ માસના બીજા પખવાડિયામાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂૂ પીવાથી લોકોના ટપોટપ મોત થવા લાગ્યા હતા. ઘણાં લોકોને ઝેરી દારૂૂની અસર થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હોઈ, પ્રારંભમાં હળવાશથી લેનારી પોલીસ સફાળી જાગી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત 21 શખ્સો સામે વરતેજ પોલીસમાં ગુનો રજિસ્ટર કર્યો હતો.

બીજી તરફ લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા ડીજીપી જી.એસ.મલિકે ગુનાની તપાસ સ્ટેટ મોનિટીરંગ સેલને સોંપતા પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ આદરી એક પછી એક 41 શખ્સોને ઉઠાવી લઈ તપાસનો દૌર અન્ય રાજ્યો સુધી લંબાવ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછતાછમાં રાજસ્થાનનો લાડુ લાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ બારોલ (ઉ.વ.22, રહે, મહેન્દ્રગઢ ગામ, થાણા કારોઈ, તા.સહાડા, જી.ભીલવાડા, રાજસ્થાન) નામના શખ્સની સંડોવણી પણ બહાર આવી હતી.

આ શખ્સ મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે સંપર્કમાં રહી શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં ગૌતમના ઘરે દારૂૂ બનાવવાનું નક્કી કરી, નકલી દારૂૂ (લઠ્ઠો) બનાવવા, પેકીંગ કરવા માટેની જરૂૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. બાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા નકલી ઝેરી દારૂૂ પીવાથી લોકોના મોત થતું હોવાની જાણ થતાં શખ્સ ગુજરાત છોડી નાસી ગયો હતો. આ શખ્સ પણ મુખ્ય સૂત્રધાર હોય, પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરી આખરે 43 જેટલા દિવસની શોધખોળના અંતે રાજસ્થાન એટીએસની મદદ લઈ ગઈકાલે તેની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરી તા. 8-10 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. લઠ્ઠાકાંડના બનાવ બાદ ગુજરાત છોડી ભાગતા પહેલા રાજસ્થાનના લાડુ લાલ ઉર્ફે ગણેશ બારોલે તેના શૈતાની દિમાગનો ઉપયોગ કરી પોલીસને કોઈ પુરાવા ન મળે તે માટે અન્ય આરોપીઓનો સંપર્ક કરી મોબાઈલ ફોન અને અન્ય પુરાવા નાશ કરવા કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *