કેનેડામાં અમેરિકાના દૂતાવાસ પર ધડાધડ ફાયરિંગથી દોડધામ

અમેરિકાના ટેકસાસ જેવી મોડસ ઓપરેન્ડી: અજાણ્યો શખ્સ હુમલો કરી લાપતા એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે સવારે કેનેડાના…

અમેરિકાના ટેકસાસ જેવી મોડસ ઓપરેન્ડી: અજાણ્યો શખ્સ હુમલો કરી લાપતા

એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ વણસેલી છે તો બીજી તરફ આજે સવારે કેનેડાના ટોરન્ટોમાં અમેરિકી દૂતાવાસ પર ધડાધડ ગોળીઓ ચાલી છે. જેના કારણે આ મુદ્દો વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. દૂતાવાસની બહાર કાચ અને દરવાજાઓ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકાના ટેક્સાસમાં પણ આવો જ એક હુમલો થયો હતો. એવું માનવામાં આવી રહ્યું છે અમેરિકા દ્વારા ઈરાન પર જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેને લઈને દૂતાવાસ અને સામાન્ય જગ્યાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.

સવારે 5:30 વાગ્યે અમેરિકી દૂતાવાસ પર ગોળીઓ ચાલી છે. પોલીસ સ્થળ પર પહોંચી તો હુમલાખોર ભાગી ગયો હતો. જોકે, ત્યારે ગોળીઓ ચાલવાના પાક્કા પુરાવાઓ મળ્યા છે. ઘણી ન્યૂઝ ચેનલમાં ચલાવવામાં આવેલ ફૂટેજ પર દૂતાવાસની બહાર મુખ્ય ગેટ અને કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ દૂતાવાસ ટોરન્ટોના એક એવા વિસ્તારમાં છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી સતત પ્રદર્શનો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, FBI હવે આ બંને ઘટનાઓની તપાસ આતંકી હુમલા તરીકે કરી રહી છે. અધિકારીઓને શંકા છે કે આ હુમલાઓ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવનું પરિણામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *