મોરબીમાં બાંગ્લાદેશમાં થયેલ યુવાનની હત્યાનો ભારે વિરોધ

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિંદુ યુવક દીપુચંદ્રદાસની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે અને જીવિત સળગાવી ક્રૂરતાની હદ વટાવી છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના મહારાણા પ્રતાપ…

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિંદુ યુવક દીપુચંદ્રદાસની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે અને જીવિત સળગાવી ક્રૂરતાની હદ વટાવી છે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે નિર્દોષ હિંદુઓ પર અત્યાચાર કરી કટ્ટરપંથીઓએ તમામ હદો વટાવી હિંદુ યુવક દીપુચંદ્ર દાસને બેરહેમીથી પીટાઈ કરી જીવતો સળગાવી હત્યા કરી હતી.

જેના વિરોધમાં એકતા એજ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ સનાતની હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારનો ઉગ્ર વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યો થો અને બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ માટે સરકાર શક્ય તમામ મદદ કરે તેવી માંગ કરી હતી જેહાદી માનસિકતાનું પુતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *