મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરીન ચેમ્બર્સ બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મુંબઈમાં 5 માળની મરીન ચેમ્બર્સ બિલ્ડીંગના ઉપરના માળે ભીષણ આગ લાગી હતી, હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ, કોઈના મોતના તાત્કાલિક અહેવાલ નથી, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે.
મરીન લાઈન્સ સ્થિત ઈમારતમાં આગ વિશે પોલીસને રાત્રે 12:25 વાગ્યે પડોશીઓએ જાણ કરી હતી. આગ પાંચમા માળ સુધી મર્યાદિત હતી, સદનસીબે બિલ્ડિંગની અંદર કોઈ હાજર નહોતું. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ મુંબઈમાં આરે કોલોની સ્થિત ફિલ્મ સિટીના ગેટ પાસે બનેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. બુધવારે સાંજે સિલિન્ડર વિસ્ફોટના કારણે આ દુર્ઘટના બની હતી. છ સિલિન્ડર ફાટ્યા હતા, જેના કારણે એટલી મોટી આગ લાગી હતી કે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ ઓલવવામાં લાગી ગઈ હતી.